1 Kings 20:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે જે સેના ગુમાવી છે તેના જેટલી જ, એટલે તેમાં જેટલા ઘોડેસવાર અને રથદળ હતા તેટલી સેના તમે ઊભી કરો અને આપણે મેદાનમાં તેઓની વિરુદ્ધ યુદ્ધ કરીશું. પછી ચોક્કસ આપણે તેઓના કરતાં બળવાન થઈશું." બેન-હદાદે તેઓની સલાહ સાંભળી અને તેઓના કહ્યા પ્રમાણે જ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેમને તરછોડીને ભાગી ગયું હતું એટલું જ મોટું સૈન્ય, એટલી જ સંખ્યામાં ઘોડા અને રથો સહિત ઊભું કરો. આપણે ઇઝરાયલીઓ સાથે મેદાનમાં લડાઈ ખેલીશું અને આ વખતે આપણે તેમને હરાવીશું.” બેનહદાદ રાજાએ એ વાત મંજૂર રાખી અને તેમની સલાહ પ્રમાણે કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તમારી જે સેના તમે ગુમાવી છે તેના જેટલી જ, એટલે તેમા ઘોડા હતા તેટલા ઘોડા, ને તેમાં રથ હતા તેટલા રથની સેના તમે ઊભી કરો; આપણે મેદાનમાં તેમની સાથે યુદ્ધ કરીશું, તો નક્કી આપણે તેઓના કરતાં બળવાન થઈશું “અને તેણે તેઓની વાણી સાંભળી, તે પ્રમાણે કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે જે લશ્કર ગુમાંવ્યું છે તેવું બીજું ઊભું કરો, પહેલાના જેટલાં ઘોડા અને રથો તૈયાર કરો, એ પછી જો આપણે તેમની સાથે સપાટ મેદાનમાં લડીશું, તો જરૂર આપણે તેમને હરાવીશું.” બેન-હદાદે તેમની સલાહ માંની અને તે પ્રમાંણે જ કર્યું.