1 Kings 20:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી સૈન્યએ સાત દિવસ સુધી સામસામે છાવણી રાખી. પછી સાતમાં દિવસે યુદ્ધ શરૂ થયું. ઇઝરાયલી લોકોએ એક જ દિવસમાં અરામના પાયદળના એક લાખ સૈનિકોને મારી નાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાત દિવસ સુધી અરામીઓ અને ઇઝરાયલીઓ એકબીજાની સામે પોતપોતાના પડાવમાં રહ્યા. સાતમે દિવસે તેમણે લડાઈ શરૂ કરી અને ઇઝરાયલીઓએ એક લાખ અરામીઓને મારી નાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ સાત દિવસ સુધી સામસામી છાવણી રાખી. અને સાતમે દિવસે એમ થયું કે જંગ મચ્યો, અને ઇઝરાયલી લોકોએ એક દિવસમાં અરામના એક લાખ પાયદળ સિપાઈઓને મારી નાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સાત દિવસ સુધી તેઓ સામસામે છાવણી નાખીને પડી રહ્યાં. સાતમાં દિવસ પછી યુદ્ધ શરૂ થયું અને ઇસ્રાએલીઓએ એક જ દિવસમાં ફોજના 1,00,000 અરામી પાયદળના સૈનિકોને કાપી નાખ્યા.