1 Kings 20:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બીજા સૈનિકો અફેકના નગરમાં નાસી ગયા પરંતુ તેઓ દાખલ થયા તે સાથે જ નગરનો કોટ નાસી ગયેલા સત્તાવીસ હજાર સૈનિકો પર તૂટી પડ્યો. બેન-હદાદે નાસી જઈને નગરના અંદરના ભાગમાં આશ્રય લીધો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેઓ બચી ગયા તેઓ એફેક નગરમાં નાસી ગયા તો ત્યાં તેમના સત્તાવીશ હજાર માણસો પર નગરનો કોટ તૂટી પડયો. બેનહદાદ પણ નગરમાં નાસી છૂટયો અને તેણે એક ઘરની પાછલી ઓરડીમાં આશ્રય લીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ બાકીના અફેક નાસી જઈને તે નગરમાં પેસી ગયાં. અને બાકી રહેલા સત્તાવીશ હજાર માણસ પર કોટ તૂટી પડ્યો. બેન-હદાદ નાઠો, ને નગરમાં પેસી જઈને ભીતરની ઓરડીમાં [ભરાઈ બેઠો].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજા સૈનિકો અફેકના નગરમાં ભાગી ગયા પરંતુ તેઓ જેવા દાખલ થયા નગરની દીવાલ તૂટી ગઇ, જેમાં તેઓમાંનાં 27,000 માંર્યા ગયા. બેન-હદાદે ભાગી જઈને શહેરમાં એક અંદરના હિસ્સામાં આશ્રય લીધો હતો.