1 Kings 20:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તેઓએ કમરે ટાટ તથા અને માથા પર દોરડાં વીંટાળીને ઇઝરાયલના રાજા પાસે જઈને તેને કહ્યું, "તારા સેવક બેન-હદાદે કહેવડાવ્યું છે કે, કૃપા કરીને મને જીવનદાન આપ." તેણે જવાબ આપ્યો, "શું તે હજી જીવતો છે? તે તો મારો ભાઈ છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેઓ પોતાની કમરે ટાટ અને ગળે દોરડાં વીંટાળી આહાબ રાજા પાસે ગયા અને તેને કહ્યું, “અમારા સેવક બેનહદાદ પોતાના જીવ માટે તમારી દાદ માગે છે.” આહાબે જવાબ આપ્યો, “હજુ તે જીવે છે? ભલે, તે તો મારા ભાઈ જેવો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે તેઓએ પોતાની કમરે ટાટ તથા પોતાનાં માથાં પર દોરડાં વીંટાળીને ઇઝરાયલના રાજા પાસે આવીને કહ્યું, ”તમારો સેવક બેન-હદાદ કહે છે કે, કૃપા કરીને મને જીવતદાન આપો.” એણે પૂછ્યું, “શું હજી સુધી તે જીવતો છે? તે મારો ભાઈ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી તેઓએ શોકના વસ્રો પહેર્યા અને માંથા પર દોરડાં બાંધીને ઇસ્રાએલના રાજા પાસે જઈને તેને કહ્યું, “આપના સેવક બેન-હદાદ કહેવડાવે છે, મહેરબાની કરીને મને જીવનદાન આપો.” તેણે જવાબ આપ્યો, “શું તે હજી જીવતો છે? તે તો માંરો ભાઈ છે.”