1 Kings 20:33 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે બેન-હદાદના માણસો તો આતુરતાથી તાકી રહ્યા હતા તેથી તેઓએ તરત જ તેને જવાબ આપ્યો કે, "હા, તારો ભાઈ બેન-હદાદ હજી જીવે છે." પછી આહાબે કહ્યું, "જાઓ, તેને લઈ આવો." પછી બેન-હદાદ તેની પાસે બહાર આવ્યો અને આહાબે તેને પોતાના રથમાં બેસાડ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેનહદાદના અમલદારો સારા સંકેતની રાહ જ જોતા હતા. તેમણે આહાબને ‘ભાઈ’ કહેતા સાંભળ્યો કે તરત જ તે શબ્દ પકડી લીધો અને કહ્યું, “તમે જ કહો છો કે તે તમારો ભાઈ છે!” આહાબે હુકમ કર્યો, “તેને મારી પાસે લાવો.” બેનહદાદ આવ્યો, એટલે આહાબે તેને પોતાના રથમાં સાથે બેસવા આમંત્રણ આપ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે પેલા માણસો તો આતુરતાથી તાકી રહ્યા હતા, તેથી તેઓએ તેના બોલવાનો ભાવ ઝટ પકડી લીધો. અને તેઓએ કહ્યું, “તમારો ભાઈ બેન-હદાદ [હયાત છે].” ત્યારે આહાબે કહ્યું, “તમે જઈને તેને તેડી લાવો.” ત્યારે બેન-હદાદ તેની પાસે બહાર આવ્યો; અને તેણે એને [પોતાની સાથે] રથમાં બેસાડ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બેન-હદાદના માંણસોએ આને શુભ શુકન માંની લઈ તરત જ તેના શબ્દો પકડી લઈ કહ્યું, “જી, બેન-હદાદ આપના ભાઈ છે.” આહાબે કહ્યું, “જાઓ, તેને લઈ આવો.” પછી બેન-હદાદ બહાર આવ્યો અને આહાબે તેને પોતાના રથમાં બેસાડ્યો.