1 Kings 20:36 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી પ્રબોધકે તેના સાથીને કહ્યું, તેં યહોવાહની આજ્ઞાની અવગણના કરી છે, તેથી તું મારી પાસેથી જશે કે તરત જ એક સિંહ તને મારી નાખશે." તે માણસ ગયો કે તરત જ તેને એક સિંહ મળ્યો અને તેણે તેને મારી નાખ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેણે તેને કહ્યું, “તેં પ્રભુની આજ્ઞા માની નથી તેથી તું મારી પાસેથી જશે કે સિંહ તને ફાડી ખાશે.” જેવો તે ગયો કે એક સિંહે આવી તેને મારી નાખ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે એણે તેને કહ્યું, “તેં યહોવાની આજ્ઞા માની નથી માટે, જો, તું મારી પાસેથી વિદાય થઈશ કે તરત એક સિંહ તને મારી નાખશે.” અને એની પાસેથી તે વિદાય થયો કે તરત તેને એક સિંહે પકડીને મારી નાખ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે તેણે તેને કહ્યું, તેં યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ છે, “તેથી તું માંરી પાસેથી જશે તે જ ક્ષણે એક સિંહ તને માંરી નાખશે.” અને તે માંણસ ગયો કે તરત જ તેને એક સિંહ મળ્યો અને તેણે તેને માંરી નાખ્યો.