1 Kings 20:39 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે રાજા ત્યાંથી પસાર થયો ત્યારે તેણે તેને બૂમ પાડીને કહ્યું, "હું યુદ્ધની વચ્ચોવચ્ચ જતો હતો એવામાં એક યોદ્ધાએ એક કેદીને લઈને મારી પાસે આવીને કહ્યું, 'આ માણસને જો, એ જો નાસી જશે તો તેને બદલે તારે તારો જીવ આપવો પડશે અથવા એક તાલંત ચાંદી આપવી પડશે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજા તેની પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સંદેશવાહકે તેને બૂમ પાડીને કહ્યું, “નામદાર, હું લડાઈમાં હતો ત્યારે એક સૈનિક કેદ પકડાયેલ શત્રુને લઈને મારી પાસે આવ્યો અને મને કહ્યું, ‘આ માણસની ચોકી કર; જો તે નાસી છૂટશે તો તેને બદલે તારે તારા જીવની અથવા ચાંદીના ત્રણ હજાર સિક્કાની કિંમત ચૂકવવી પડશે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રાજા તેની પડખે થઈને જતો હતો, ત્યારે તેણે રાજાને હાંક મારીને કહ્યું, “તારો દાસ યુદ્ધમાં ગયો હતો. અને જો, એક માણસે એક બાજુએથી અવીને મારી પાસે એક માણસને લાવીને કહ્યું, ‘આ માણસને પકડી રાખ. જો કોઈ પણ રીતે તે જતો રહેશે, તો તેના જીવને બદલે તારો જીવ જશે, અથવા તો તારે એક તાલંત રૂપું આપવું પડશે.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે રાજા ત્યાંથી પસાર થયો એટલે તેણે તેને બૂમ પાડીને કહ્યું, “હું યુદ્ધની વચ્ચોવચ્ચ જતો હતો એવામાં એક યોદ્ધાએ એક કેદીને લઈને માંરી પાસે આવીને કહ્યું, ‘આ માંણસને સંભાળ, એ જો ભાગી ગયો તો એને બદલે તારે તારો જીવ આપવો પડશે અથવા 34 કિલો ચાંદી આપવી પડશે.’