1 Kings 20:40 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ હું અહીં તહીં કામમાં વ્યસ્ત હતો, એવામાં તે જતો રહ્યો. "પછી ઇઝરાયલના રાજાએ તેને કહ્યું, "તને એ સજા થવી જ જોઈએ - તેં પોતે જ એ નિર્ણય કર્યો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ હું બીજા કામમાં રોક્યેલો હતો, અને પેલો માણસ નાસી છૂટયો.” રાજાએ જવાબ આપ્યો, “તેં પોતે જ તારી સજા જાહેર કરી છે અને તારે દંડ ચૂકવવો પડશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે તારો દાસ અહીંતહીં કામમાં ગુંથાયેલો હતો, એટલામાં પેલો જતો રહ્યો.” અને ઇઝરાયલના રાજાએ તેને કહ્યું, “તારો ન્યાય એ જ પ્રમાણે થશે; તેં પોતે તે કામનો ન્યાય ચૂકવ્યો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ હું કોઈને કોઈ કામમાં રોકાયેલો હતો, એવામાં તે અદૃશ્ય થઈ ગયો.” ઇસ્રાએલના રાજાએ કહ્યું, “તને એ જ સજા થવી જોઈએ. તેં જાતે જ ફેંસલો આપ્યો છે.”