1 Kings 20:42 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે રાજાને કહ્યું, "આ યહોવાહના વચન છે, 'જે માણસને મેં નાશપાત્ર ઠરાવ્યો હતો તેને તેં તારા હાથમાંથી જવા દીધો છે. તેથી તે માણસના બદલામાં તું મૃત્યુ પામશે અને તેેના સૈનિકોના બદલે તારા સૈનિકો મૃત્યુ પામશે.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી સંદેશવાહકે રાજાને કહ્યું, “પ્રભુ તરફથી આ સંદેશ છે: ‘મેં જેને મૃત્યુદંડને પાત્ર ઠરાવ્યો તેને તેં જવા દીધો છે, તેથી તારે તારા જીવને સાટે તેની કિંમત ચૂકવવી પડશે. તેં તેના સૈન્યને જતું રહેવા દીધું છે તેથી તારું સૈન્ય નાશ પામશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પ્રબોધકે રાજાને કહ્યું, “યહોવા આમ કહે છે કે, જે માણસને મેં નાશપાત્ર ઠરાવ્યો હતો તેને તેં તારા હાથમાંથી જવા દીધો છે, માટે તેના જીવના બદલે તારો જીવ થશે, ને તેના લોકને બદલે તારા લોક [માર્યા જશે].”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે રાજાને કહ્યું, “આ યહોવાના વચન છે, ‘મેં તને બેનહદાદ પર વિજય અપાવ્યો જેથી તું તેને માંરી નાખે, પણ તેં તેને જીવતો છોડ્યો. તેથી તે માંણસના બદલામાં તું મરી જશે અને તારા સૈનિકો મરી જશે તેના સૈનિકોના બદલે.’”