1 Kings 20:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી આહાબે બેન-હદાદના સંદેશવાહકોને કહ્યું, "મારા માલિક રાજાને કહેજો કે, 'પહેલાં જે તેં તારા સેવક દ્વારા કહેવડાવ્યું હતું તેની માગણી પ્રમાણેનું હું બધું જ આપીશ, પણ હું તારી બીજી માંગણી નહિ સ્વીકારું.'" તેથી સંદેશવાહકો ત્યાંથી રવાના થઈને બેન-હદાદ પાસે જવાબ લઈ આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી આહાબે બેનહદાદના સંદેશકોને જવાબ આપ્યો, “રાજાને એટલે મારા માલિકને કહેજો કે તેમની પ્રથમ માગણી મને માન્ય છે, પણ હું બીજી માગણી સ્વીકારી શકું તેમ નથી.” સંદેશકો ગયા અને બીજો એક સંદેશો લઈને પાછા આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આથી આહાબે બેન-હદાદના સંદેશિયાઓને કહ્યું, “મારા મુરબ્બી રાજાને કહો કે, પહેલાં જે બધું તમે તમારા સેવકને કહાવ્યું છે તે હું કરીશ; પણ આ વાત તો હું કબૂલ કરી શકું નહિ” અને સંદેશિયાઓ ત્યાંથી વિદાય થઈને તેની પાસે પ્રત્યત્તર લાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી આહાબે બેન-હદાદના સંદેશવાહકોને જણાવ્યું, “માંરા ધણી માંરા રાજાને કહેજો કે, પહેલી વારની માંગણી પ્રમાંણેનું હું બધું જ આપીશ.” પણ હું તમાંરી બીજી માંગણી સાથે સહમત થતો નથી પછી સંદેશવાહકો બેન-હદાદ પાસે પાછા ગયા.