1 Kings 21:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે તેને કહ્યું, "યિઝ્રએલી નાબોથને મેં કહ્યું કે, 'પૈસાના બદલામાં તું તારી દ્રાક્ષાવાડી મને આપ. અથવા જો તું ઇચ્છે તો તેના બદલામાં હું તને બીજી દ્રાક્ષાવાડી આપીશ. પણ તેણે કહ્યું, "હું મારી દ્રાક્ષાવાડી તને નહિ આપું.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે જવાબ આપ્યો, “નાબાથે મને જે કહ્યું તેને લીધે; મેં તેને તેની દ્રાક્ષવાડી વેચાતી આપવા કહ્યું અને તેની ઇચ્છા હોય તો તેને બદલે બીજી દ્રાક્ષવાડી આપવા જણાવ્યું. પણ તેણે કહ્યું કે તે તે દ્રાક્ષાવાડી વેચી શકે તેમ નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આહાબે કહ્યું, “કારણ મેં યિઝ્‍એલી નાબોથને કહ્યું ‘પૈસા લઈને તારી દ્રાક્ષાવાડી તું મને આપ, અથવા જો તારી ઇચ્છા હોય તો હું તને તે બદલ બીજી દ્રાક્ષાવાડી આપું.’ પણ તેણે કહ્યું, ‘હું તને મારી દ્રક્ષાવાડી નહિ આપું.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે કહ્યું, “યિઝએલીના નાબોથ સાથે માંરે વાત થઈ. મેં કહ્યું, તું તારી દ્રાક્ષની વાડી મને આપ. હું તને ચાંદી આપીશ, જો તે ઇચ્છે તો અથવા; તો એના બદલામાં બીજો બગીચો અપાવીશ. પણ તેણે કહ્યું, હું માંરી દ્રાક્ષવાડી તમને નહિ આપુ.”