1 Kings 22:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે સંદેશવાહક મિખાયાને બોલાવવા ગયો હતો, તેણે મિખાયાને કહ્યું, "હવે જો, પ્રબોધકોની વાણી સર્વાનુમતે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે. કૃપા કરીને તારું વચન પણ તેઓમાંના એકના વચન જેવું હોય અને તું પણ એવું જ હિતવચન ઉચ્ચારજે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરમ્યાનમાં મિખાયાને બોલાવવા ગયેલા અધિકારીએ તેને કહ્યું, “બીજા બધા સંદેશવાહકોએ રાજા માટે સફળતાનું ભવિષ્ય કહ્યું છે; તમે પણ તેવો જ સંદેશ આપો તો સારું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે સંદેશવાહક મિખાયાને તેડવા ગયો હતો, તેણે મિખાયાને કહ્યું, “હવે પ્રબોધકોની વાણી સર્વાનુમતે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે; તો કૃપા કરીને તમારું વચન પણ તેઓમાંના એકના વચન જેવું હોય, ને તમે પણ હિતવચન ઊચ્ચારજો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મીખાયાને તેડવા ગયેલા માંણસે મીખાયાને કહ્યું, “ધ્યાન રાખજો કે બધા જ પ્રબોધકોએ એકી અવાજે રાજાને માંટે સારું ભવિષ્ય ભાખ્યું છે, તમે પણ તેના માંટે તેમના જેવું જ કહેજો.”