1 Kings 22:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તે રાજાની પાસે આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, "મિખાયા, શું અમે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે, ના કરીએ?" મિખાયાએ જવાબ આપ્યો, "હુમલો કરો અને વિજય પામો. યહોવા તેને રાજાના હાથમાં સોંપશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે આહાબ રાજા આગળ હાજર થયો એટલે રાજાએ તેને પૂછયું, “મિખાયા, રાજા યહોશાફાટ અને હું ગિલ્યાદમાંના રામોથ પર ચડાઈ કરીએ કે નહિ?” મિખાયાએ જવાબ આપ્યો, “ભલે, ચડાઈ કરો, તમે જીતશો. પ્રભુ તમને વિજય આપશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે રાજાની પાસે આવ્યો, ત્યારે રાજાએ તેને પૂછ્યું, “મિખાયા, અમે યુદ્ધ કરવા માટે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે, પાછા રહીએ?” મિખાયાએ રાજાને ઉત્તર આપ્યો, “ચઢાઈ કરીને ફતેહ મેળવો. અને યહોવા રામોથ-ગિલ્યાદને રાજાના હાથમાં સોંપશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે મીખાયા રાજાની સન્મુખ આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, “મીખાયા, અમે રામોદ-ગિલયાદ પર હુમલો કરીએ કે રોકાઈ જઈએ?” તેણે કહ્યું, “હુમલો કરો અને વિજય પામો. યહોવાએ નગર રાજાના હાથમાં સુપ્રત કરી દેશે.”