1 Kings 22:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેને કહો, 'રાજા એમ કહે છે, આ માણસને જેલમાં પૂરો અને હું સહિસલામત પાછો આવું ત્યાં સુધી થોડી રોટલી તથા પાણીથી તેનું પોષણ કરજો.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમને કહેજો કે તેઓ તેને કેદમાં નાખે અને હું સહીસલામત પાછો ફરું ત્યાં સુધી તેને માત્ર રોટલી અને પાણી પર રાખજો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કહો કે, રાજા એમ કહે છે કે, ‘આને બંદીખાનામાં નાખો, ને હું શાંતિમાં [પાછો] આવું ત્યાં સુધી દુ:ખની રોટલીથી તથા દુ:ખના પાણીથી એનો નિર્વાહ કરજો.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેમને કહો કે, રાજાની એવી આજ્ઞા છે કે, આને કેદમાં પૂરી દો, અને હું સુરક્ષિત પાછો આવું ત્યાં સુધી જીવતો રહે એટલાં જ રોટલા અને પાણી સિવાય બીજું કશું આપશો નહિ.”