1 Kings 22:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, "હું મારો પોષાક બદલીને યુદ્ધમાં જઈશ, પણ તું તારો રાજપોષાક પહેરી રાખ." તેથી ઇઝરાયલનો રાજા પોતાનો પોષાક બદલીને યુદ્ધમાં ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આહાબે યહોશાફાટને કહ્યું, “આપણે યુદ્ધમાં જઈએ ત્યારે હું તો વેશપલટો કરીને છુપાવેશે રહીશ, પણ તમે તમારો રાજપોશાક પહેરજો.” એમ ઇઝરાયલનો રાજા લડાઈમાં છુપાવેશે ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ, પણ તમે તમારો પોશાક પહેરી રાખો.”અને ઇઝરાયલનો રાજા પોતાનો વેશ બદલીને યુદ્ધમાં ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું વેશપલટો કરીને યુદ્ધમાં જઈશ; પણ તમે તમાંરા બાદશાહી પોશાક પહેરી રાખજો,” આમ ઇસ્રાએલનો રાજા વેશપલટો કરીને યુદ્ધમાં ગયો.