1 Kings 22:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ એક સૈનિકે તીર છોડ્યું. એ તીર ઇઝરાયલના રાજાને તેના બખ્તરના સાંધાની વચ્ચે થઈને વાગ્યું. તેથી આહાબે પોતાના સારથિને કહ્યું, "રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઈ જા. કેમ કે મને કારમો ઘા વાગ્યો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ એક અરામી સૈનિકે અનાયાસે એક બાણ છોડ્યું જે આહાબ રાજાને તેના બખ્તરના સાંધામાં થઈને વાગ્યું. તેણે સારથિને હાંક મારી, “હું ઘવાયો છું! રથ પાછો ફેરવીને લડાઈ બહાર નીકળી જા!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના સાંધાની વચમાંથી બાણ માર્યું. માટે રાજાએ પોતાના સારથિને કહ્યું, “તારો હાથ ફેરવીને મને સૈન્યમાંથી બહાર લઈ જા; કેમ કે મને કારી ઘા લાગ્યો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ એક સૈનિકે અનાયાસે તીર છોડયું. એ તીર ઇસ્રાએલના રાજાને તેના બખ્તરના સાંધાની વચ્ચે વાગ્યું. તેથી આહાબે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઈ જા. હું ઘવાયો છું,”