1 Kings 22:35 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસે દારુણ યુદ્ધ મચ્યું અને રાજાને તેના રથમાં અરામીઓ તરફ મોં રહે તે રીતે બેસાડી રાખવામાં આવ્યો હતો, તેના ઘામાંથી લોહી વહીને રથને તળિયે ગયું અને સાંજ થતાં તે મૃત્યુ પામ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યુદ્ધ ખેલાતું હતું ત્યાં સુધી આહાબ રાજાને અરામીઓ સામે મુખ રાખી રથમાં બેસાડેલો રાખ્યો તેના ઘામાંથી રક્ત વહી ને રથના તળિયાને છાઈ દીધું, અને સંયાએ તે મૃત્યુ પામ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે દિવસે દારુણ યુદ્ધ મચ્યું. અને રાજાને ટેકો આપીને રથમાં અરામીઓની સામે ટટ્ટાર બેસાડી રાખવામાં આવ્યો હતો, ને સાંજે તે મરણ પામ્યો. અને તેના ઘામાંથી રક્ત વહીને રથને તળિયે ગયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દિવસ ચડતો ગયો તેમ તેમ યુદ્ધ વધુને વધુ ભીષણ બનતું ગયું અને રાજા તેના રથમાં અરામીઓ તરફ મોં કરીને ઢળેલો પડ્યો હતો, તેના ઘામાંથી લોહી વહીને રથમાં ભેગું થતું હતું, સાંજ થતાં તેણે દેહ છોડયો.