1 Kings 22:39 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આહાબનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું, તથા તેણે બંધાવેલા હાથીદાંતનો મહેલ તેમ જ તેણે જે જે નગરો બાંધ્યા તે સર્વ ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલા નથી શું?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આહાબનાં બાકીનાં કાર્યો તેણે પોતાનો મહેલ હાથીદાંતથી સજાવ્યો તે તથા તેણે બાંધેલાં નગરો એ બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે આહાબનાં બાકીનાં કૃત્યો, તથા તેણે જે જે કર્યું, તેણે જે હાથીદાતનું ઘર બાંધ્યું, તથા તેણે જે જે નગરો બાંધ્યાં, તે સર્વ ઇઝરાયલના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આહાબના શાસનના બીજા બનાવોની અને તેનાં કાર્યોની, તેણે બંધાવેલાં હાથીદાંતનાં મહેલની અને તેણે કિલ્લેબંધી કરાવેલા નગરો, તે સર્વ ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક ગ્રથમાં લખાયેલું છે.