1 Kings 3:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સુલેમાન જાગ્યો, તો જુઓ, એ તો સ્વપ્ન હતું. તે યરુશાલેમ આવ્યો અને પ્રભુના કરારકોશ આગળ ઊભો રહ્યો. તેણે દહનીયાર્પણ તથા શાંત્યર્પણ ચઢાવ્યાં અને પોતાના સર્વ ચાકરોને મિજબાની આપી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોન જાગી ઊઠયો, અને તેને ખબર પડી કે સ્વપ્નમાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી. પછી તે યરુશાલેમ ગયો અને પ્રભુની કરારપેટી સમક્ષ ઊભા રહીને પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા. પછી તેણે પોતાના સર્વ અધિકારીઓને મિજબાની આપી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સુલેમાન જાગ્યો, તો જુઓ એ તો સ્વપ્ન હતું. અને તે યરુશાલેમ આવ્યો, ને યહોવાના કરારકોશ આગળ ઊભો રહીને તેણે દહનીયાર્પણ ચઢાવ્યાં, તથા શાંત્યર્પણ કર્યા, ને પોતાના સર્વ ચાકરોને મિજબાની આપી
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી સુલેમાંન જાગી ગયો, તેને સમજાયું કે આ તો સ્વપ્ન છે. સુલેમાંન યરૂશાલેમ પાછો આવ્યો, અને યહોવાએ ખાસ ઇસ્રાએલ સાથે કરેલા કરારનામાં ધરાવતા પવિત્રકોશ સામે ઊભો રહ્યો, અને દહનાર્પણ તથા શાત્યર્પણ અર્પણ કર્યા. પછી તેણે તેના બધા અધિકારીઓ માંટે મિજબાની રાખી.