1 Kings 3:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી જે સ્ત્રીનો દીકરો જીવતો હતો તેણે રાજાને અરજ કરી, કેમ કે પોતાના દીકરાને માટે તેનું હૃદય ભરાઈ આવ્યું હતું. તેણે કહ્યું, "હે મારા માલિક, તે સ્ત્રીને જીવતો દીકરો આપો અને ગમે તે હોય પણ તેને મારી તો ન જ નાખો." પણ બીજી સ્ત્રીએ કહ્યું, "તે મારો પણ ન થાય તેમ જ તારો પણ ન થાય. તેના બે ભાગ કરો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જે ખરી મા હતી તેના હૃદયમાં પોતાના બાળક પ્રત્યે પ્રેમ હોવાથી તેણે રાજાને કહ્યું, “હે રાજા, મારા માલિક, કૃપા કરીને બાળકને મારી નાખશો નહિ. એને આપી દો.” પણ બીજી સ્ત્રીએ કહ્યું, “અમને બેમાંથી કોઈને બાળક ન આપશો; તેને કાપી નાખો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે જીવતો છોકરો જે સ્ત્રીનો હતો તેણે રાજાને અરજ કરી, કેમ કે પોતાના દીકરાને માટે તેની આંતરડી કકળતી હતી. અને તેણે કહ્યું, “હે મારા મુરબ્બી, એને જીવતો જીવતો છોકરો આપો, ને ગમે તેમ હોય પણ તેને મારી તો ન જ નાખો.” પણ પેલી બીજી સ્ત્રીએ કહ્યું, “તે મારો પણ ન થાય, તેમ તારો પણ ન થાય; એને ચીરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ સાંભળીને જીવતા બાળકની સાચી માંતાના હૃદયમાં પ્રેમની લાગણી જન્મી અને તેણે રાજાને કહ્યું, “નામદાર, બાળક ભલે એને આપી દો, પણ એને માંરી નાખશો નહિ.” પણ પેલી બીજી સ્રી બોલી, “બાળક તો કોઈને નહિ મળે, ના એને મળે કે ના મને મળે, એના બે ટુકડા કરી નાખો.”