1 Kings 3:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી સુલેમાને કહ્યું, "તમારા સેવક, મારા પિતા દાઉદ જે પ્રમાણે તમારી આગળ સત્યતાથી, ન્યાયીપણાથી તથા તમારી સાથે પ્રામાણિક હૃદયથી ચાલ્યા, તે પ્રમાણે તમે તેમના પર મોટી કૃપા પણ કરી. તમે તેમના પર આ મોટી કૃપા કરી છે એટલે જેમ આજે છે તેમ, તેમના રાજ્યાસન પર બેસવા તમે તેમને દીકરો આપ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોને જવાબ આપ્યો, “તમે તમારા સેવક, મારા પિતા દાવિદ પ્રત્યે હમેશાં પ્રેમ રાખ્યો હતો, અને તે તમારી સાથેના સંબંધોમાં સદાચારી, વફાદાર અને પ્રામાણિક હતા. તેમની જગ્યાએ આજે રાજ કરવા માટે પુત્ર આપીને તમે તેમના પ્રત્યે અવિરત અને પુષ્કળ પ્રેમ રાખ્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાને કહ્યું, “તમારા સેવક, મારા પિતા દાઉદ જે પ્રમાણે તમારી આગળ સત્યતાથી, નેકીથી તથા તમારી સાથે પ્રામાણિક હ્રદયથી ચાલ્યા, તે પ્રમાણે તમે તેમના પર મહેરબાની પણ મોટી કરી. અને તમે તેમના પર આ મોટી મહેરબાની રાખી છે એટલે જેમ આજે છે તેમ, તેમના રાજ્યાસન પર બેસવા તમે તેમને દીકરો આપ્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે સુલેમાંને જવાબ આપ્યો, “હે યહોવા, તમે માંરા પિતા દાઉદ પ્રત્યે પુષ્કળ પ્રેમ દર્શાવ્યો છે. કારણ કે તમાંરી સાથેના સંબંધમાં તે પ્રામાંણિક, સત્ય અને વિશ્વાસુ હતા, અને તમાંરી આજ્ઞાઓને આધીન હતા. વળી તમે તેને એક પુત્ર આપીને નાઆજે તેની જગ્યાએ રાજા બનાવ્યો છે તેના પ્રત્યેનો તમાંરો પ્રેમ બતાવ્યો છે.