1 Kings 4:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રામોથ ગિલ્યાદમાં બેન-ગેબેર: વળી યતેના તાબે મનાશ્શાના દીકરા યાઈરના ગિલ્યાદમાંનાં નગરો પણ હતાં, એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રદેશ, જેમાં દીવાલો તથા પિત્તળની ભૂંગળોવાળાં સાઠ મોટાં નગરોનો તે અધિકારી હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેન-ગેબેર: રામોથ - ગિલ્યાદ નગર, મનાશ્શાના વંશજ યાઈરના કુટુંબનાં ગિલ્યાદમાં આવેલાં નગરો અને બાશાનમાં આવેલ આર્ગોબનો પ્રદેશ, જેમાં કિલ્લેબંદીવાળાં અને તાંબાના ચાપડાજડિત દરવાજાવાળા કુલ સાઠ મોટાં નગરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રામોથ ગિલ્યાદમાં બેન-ગેબેર; વળી યતેના તાબે મનાશ્શાના દીકરા યાઈરના ગિલ્યાદમાનાં નગરો પણ હતાં; એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રાંત, જેમાં કોટવાળાં તથા પિત્તળની ભૂંગળોવાળાં સાઠ મોટાં નગરો હતાં, તે હતો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બેનગેબેર રામોથ ગિલયાદ, મનાશ્શાના પુત્ર યાઈરના ગિલયાદમાં આવેલ ગામો તથા બાશાનમાંનો આગોર્બ પ્રદેશ પર પ્રશાસક હતો. આમાં કાંસાના સળીયાં અને દીવાલો વાળા સાંઇઠ મોટાઁ નગરો પણ સમાંયેલા હતા.