1 Kings 4:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દરેક અધિકારીઓ પોતપોતાને ભાગે આવેલા મહિનામાં સુલેમાન રાજાને તથા સુલેમાનને ત્યાં જમવા આવનાર બધાંને ખોરાક પૂરો પાડતા હતા. તેઓ કોઈપણ બાબતની અછત પડવા દેતા નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજા શલોમોનનો અને તેના રાજમહેલમાં જમનારાઓનો ખોરાક તેના બાર અધિકારીઓ તેમને માટે નિયત કરેલ માસ પ્રમાણે પૂરો પાડતા; તેઓ જરૂરી એવી બધી વસ્તુઓ પૂરી પાડતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રત્યેક કારભારી પોતપોતાને ભાગે આવેલા માસમાં સુલેમાન રાજાને તથા સુલેમાનને ત્યાં જમવા આવનાર બધાંને ખોરાક પૂરો પાડતો હતો. તેઓ કશાની ખોટ પડવા દેતા ન હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પોતાને ભાગે આવેલા માંસમાં સુલેમાંન રાજાને તથા સુલેમાંનને ત્યાં જમવા આવનાર સઘળાંને ખોરાક પૂરો પાડતો હતો; દરેક અધિકારી એક મહિના માંટે ખોરાક પૂરો પાડતો હતો. તેઓ કોઇપણ વસ્તુ છોડી મૂકવા માંગતાં નથી.