1 Kings 4:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સર્વ ઇઝરાયલ પર સુલેમાનના બાર અધિકારીઓ હતા, જેઓ રાજાને તથા તેના કુટુંબને ખોરાક પૂરો પાડવાની જવાબદારી બજાવતા હતા. દરેકને માથે વર્ષમાં એકેક મહિનાનો ખર્ચ પૂરો પાડવાનો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોને ઇઝરાયલમાં બાર માણસોને જિલ્લા અધિકારીઓ તરીકે નીમ્યા. તેમણે તેમના જિલ્લાઓમાંથી રાજા અને તેના કુટુંબ માટે ખોરાક પૂરો પાડવાનો હતો. તેમાંના પ્રત્યેકને શિર વર્ષમાં એકએક માસની જવાબદારી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સર્વ ઇઝરાયલ પર સુલેમાનના બાર કારભારી હતા, તેઓ રાજા તથા તેના કુટુંબનો ખોરાક પૂરો પાડતા હતા.દરેકને માથે વર્ષમાં એકેક માસની ખરચી પૂરી પાડવાની હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલમાં બાર પ્રશાસક હતા અને દરેક જણ રાજાના પરિવાર માંટે અનાજ પુરું પાડતા હતા. દર વર્ષે દરેક પ્રશાસક એક મહિનાનું અનાજ પૂરું પાડતા હતાં.