1 Kings 5:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"તું જાણે છે કે મારા પિતા દાઉદની ચારે તરફ જે સર્વ વિગ્રહ ચાલતા હતા તેમાં જ્યાં સુધી યહોવાહે વિરોધીઓને હરાવ્યા નહિ, ત્યાં સુધી તેઓને લીધે પોતાના ઈશ્વર યહોવાહના નામને અર્થે તે ભક્તિસ્થાન બાંધી શક્યા નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમે જાણો છો કે મારા પિતા દાવિદ પોતાના ઈશ્વર પ્રભુના નામ અર્થે મંદિર બંધાવી શક્યા નહિ; કારણ, પ્રભુ તેમના સર્વ શત્રુઓને તેમના તાબામાં લાવ્યા ત્યાં સુધી પોતાની આસપાસના શત્રુ દેશો સાથે તે યુદ્ધમાં સતત રોક્યેલા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“તમે જાણો છો કે, મારા પિતા દાઉદની ચારે તરફ જે સર્વ વિગ્રહ ચાલતા હતા તેઓને જ્યાં સુધી યહોવાએ તેમના પગનાં તળિયાં નીચે નાખ્યાં નહિ, ત્યાં સુધી તેમને લીધે ને પોતાના ઈશ્વર યહોવાના નામને અર્થે તે મંદિર બાંધી શક્યા નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તું જાણે છે કે, “માંરા પિતા યહોવા દેવના માંનમાં મંદિર બાંધી શકયા નહિ, કારણ કે તેમને આજુબાજુના દુશ્મન રાજયો સાથે ઘણાં યુદ્ધો કરવાં પડયાં હતાં, અને યહોવા શાંતિ સ્થાપન કરે તેની તે રાહ જોતા હતા.