1 Kings 5:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે હીરામે સુલેમાનની વાતો સાંભળી, ત્યારે ઘણો આનંદિત થઈને બોલ્યો, "આજે યહોવાહની સ્તુતિ થાઓ કે તેમણે આ મહાન પ્રજા પર રાજ કરવા દાઉદને જ્ઞાની દીકરો આપ્યો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોનનો સંદેશો મળતા હીરામ ખૂબ ખુશ થઈને બોલ્યો, “આ મહાન પ્રજા પર રાજ્ય કરવાને પ્રભુએ દાવિદને આવો જ્ઞાની પુત્ર આપ્યો છે તે માટે તેમની સ્તુતિ થાઓ!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હીરામે સુલેમાનની એ વાત સાંભળી ત્યારે એમ થયું કે તે ઘણો હરખાયો. તેણે કહ્યું, “આજે યહોવાને ધન્ય હો જો કે તેમણે આ મહાન પ્રજા પર [રાજ કરવા] દાઉદને જ્ઞાની દીકરો આપ્યો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે હીરામે સુલેમાંનનો સંદેશો સાંભળ્યો ત્યારે તે ખૂબ પ્રસન્ન થયો; તેણે કહ્યું, “યહોવાની સ્તુતિ થજો! કારણકે તેમણે દાઉદને આ મહાન પ્રજા પર રાજ્ય કરવા એક શાણો પુત્ર આપ્યો છે.”