1 Kings 6:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ભક્તિસ્થાનના અંદરના સભાખંડની સામે માળ બનાવ્યા. તે દરેકની ઊંચાઈ પાંચ હાથ હતી. તે માળનો આધાર દેવદારના લાકડા વડે ભક્તિસ્થાન પર રહેલો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્રિમાળી ઓરડીઓનો પ્રત્યેક માળ 22 મીટર ઊંચો હતો. મંદિરની ત્રણ બાજુએ બાંધેલી આ ઓરડીઓ ગંધતરુના ભારટિયાથી મંદિરની દીવાલ સાથે ટેકવેલી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેણે આખા મંદિરને લગતા માળ બનાવ્યા, તે દરેકની ઊંચાઈ પાંચ હાથ હતી, તે [માળ] નો આધાર એરેજવૃક્ષનાં લાકડાં વડે મંદિર પર રહેલો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મંદિરની દીવાલો બંધાઇ ગઇ હતી અને દીવાલોની દરેક બાજુએ દેવદારના પાટિયા હતાં. બધાં માંળ પાંચ હાથ ઊંચા હતાં.