1 Kings 6:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ભક્તિસ્થાનની પાછળની બાજુ તેણે વીસ હાથ લાંબી એક ઓરડી બાંધી. તેણે તળિયેથી છેક છત સુધીની દીવાલો દેવદારની બનાવી. એ દીવાલો તેણે આ પરમપવિત્ર સ્થાન માટે અંદરની બાજુએ બનાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંદિરના પાછલા ભાગમાં પરમપવિત્રસ્થાન તરીકે ઓળખાતો ખંડ બાંધવામાં આવ્યો હતો. તે નવ મીટર લાંબો હતો અને ભોંયતળિયાથી છત સુધી ગંધતરુનાં પાટિયાં લગાવી અલગ પાડેલો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મંદિરના પાછલા ભાગમાં તેણે ભોંયતળિયાથી તે પીઢો સુધી, એરેજવૃક્ષનાં પાટિયાંની વીસ હાથ ભીંત બનાવી, એટલે તેણે ઈશ્વરવાણી સ્થાનને માટે એટલે પરમપવિત્રસ્થાનને માટે, અંદરની બાજુએ તે બનાવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મંદિરની પાછળની બાજુ તેણે 20 હાથ લાંબો એક ઓરડો બાંધ્યો. તેણે તેની દીવાલો દેવદારથી જડી દીધી હતી અને તે તળિયેથી છેક છત સુધી પહોંચતી હતી, આ અંદરની જગ્યા હતી, પરમપવિત્ર સ્થળ હતું.