1 Kings 6:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ભક્તિસ્થાનના અંદરની બાજુના હિસ્સામાં દેવદારના લાકડા પર કળીઓ તથા ખીલેલાં ફૂલો કોતરેલાં હતાં. ત્યાં અંદરના ભાગમાં ક્યાંય પણ પથ્થરનું કામ દેખાતું ન હતું. ક્યાંય એક પણ પથ્થર દેખાતો નહોતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગંધતરુનાં પાટિયાં વેલ અને ફૂલોની કોતરણીથી શણગારેલાં હતાં. દીવાલના પથ્થરો દેખાય નહિ તે માટે અંદરનો આખોય ભાગ ગંધતરુનાં પાટિયાંથી મઢેલો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મંદિર પર અંદરની બાજુએ એરેજકાષ્ટ [ની છત] હતી, ને તે પર કળીઓ તથા ખીલેલા ફૂલ કોતરેલાં હતાં, તમામ એરેજકાષ્ટ હતું. એકે પથ્થર દેખાતો નહોતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મંદિરની અંદરની બાજુના હિસ્સામાં દેવદારના લાકડા પર ફૂલો અને વેલાઓ કોતરેલાં હતાં. અંદરનો બધો જ ભાગ દેવદારના લાકડાથી મઢી લેવામાં આવ્યો હતો. જેથી મંદિરની અંદરના હિસ્સામાં કયાંય પથ્થર દેખાતો નહોતો.