1 Kings 6:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સુલેમાને ભક્તિસ્થાનની અંદરની દીવાલોને શુદ્ધ સોનાથી મઢી. તેણે પરમપવિત્રસ્થાનની આગળ પ્રવેશદ્વારના એક છેડેથી બીજા છેડા સુધી સોનાની સાંકળો મૂકી અને આગળના ભાગને સોનાથી મઢ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંદિરને તેની અંદરની બાજુએ સોનાથી મઢયું હતું. આ અંદરના ખંડનું પ્રવેશદ્વાર સોનાથી મઢયું હતું અને તેની આગળ સોનાની સાંકળો લટકાવેલી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ જ પ્રમાણે સુલેમાને મંદિરને અંદરની બાજુએ ચોખ્ખા સોનાથી મઢ્યું. તેણે પરમપવિત્રસ્થાનની આગળ સોનાની સાંકળો વડે આડો આંતરો કર્યો. અને તેણે તે સોનાથી મઢ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી સુલેમાંને મંદિરની અંદરની દીવાલો સોનાના આવરણથી મઢી લીધી, અને અંદરની ઓરડીઓને પણ શુદ્વ સોનાના પતરાથી મઢી લીધી. અને તે પવિત્રસ્થાનના પ્રવેશદ્વારના એક છેડેથી બીજા છેડા સુધી સોનાની સાંકળો લટકતી હતી.