1 Kings 6:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ભોંયતળિયાનું પ્રવેશદ્વાર ભક્તિસ્થાનની દક્ષિણ બાજુએ આવેલું હતું. ત્યાં વચલા માળે જવા વળાંકવાળી એક ગોળાકાર સીડી હતી અને વચલા માળેથી સૌથી ઉપલે માળે જવાતું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્રિમાળી ઓરડીઓના સૌથી નીચેના માળનું પ્રવેશદ્વાર મંદિરની દક્ષિણે હતું અને ત્યાંથી વચલા તેમ જ સૌથી ઉપલે માળે જવા માટે સીડી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બાજુ પરની વચલી ઓરડીનું બારણું મંદિરના જમણા પાસામાં હતું અને લોકો ફેરવાળી સીડી વડે વચલી કોટડીઓમાં ને વચલીઓમાંથી ત્રીજીઓમાં ચઢતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભોંય તળિયાનું પ્રવેશદ્વાર મંદિરની દક્ષિણ બાજુએ આવેલું હતું, ત્યાં વચલા માંળે જવાનો એક વળાંક વાળો ગોળાકાર દાદરો હતો અને વચલા માંળેથી સૌથી ઉપલે માંળે જવાતું હતું.