1 Kings 7:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હુરામ નફતાલી કુળની એક વિધવા સ્ત્રીનો દીકરો હતો. તેનો પિતા તૂરનો રહેવાસી હતો. તે પિત્તળનો કારીગર હતો. હુરામ પિત્તળનાં સર્વ કામ કરવામાં જ્ઞાન, અક્કલ તથા ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેનાં તમામ કામ કરી આપ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેનો પિતા પણ તૂરનો હતો ને તાંબાના કામનો કુશળ કારીગર હતો. તે ત્યારે હયાત નહોતો. તેની માતા નાફતાલીના કુળની હતી. હુરામ બુદ્ધિશાળી અને અનુભવી કારીગર હતી. તાંબાના સર્વ કામની જવાબદારી ઉપાડવા તે શલોમોન રાજા પાસે આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે નફતાલી કુળની એક વિધવા સ્ત્રીનો દીકરો હતો. તેનો પિતા તૂરનો રહેવાસી હતો, તે પિત્તળનો કારીગર હતો. તે પિત્તળનાં સર્વ કામ કરવામાં જ્ઞાન, અક્કલને ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેનાં સર્વ કામ કર્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે નફતાલી કુળસમૂહની એક વિધવાનો પુત્ર હતો. અને તેનો પિતા તૂરનો એક કંસારો હતો. તે પોતે પણ બધી જાતના કાંસાના કામનો ઘણો બુદ્ધિશાળી અને કુશળ કારીગર હતો, તેણે આવીને સુલેમાંન રાજાનું તમાંમ કામ કરી આપ્યું.