1 Kings 7:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે જે રાજમહેલ બાંધ્યો તેનું નામ 'લબાનોન વનગૃહ' રાખ્યું. તેની લંબાઈ સો હાથ, પહોળાઈ પચાસ હાથ તથા તેની ઊંચાઈ ત્રીસ હાથ હતી. તે એરેજકાષ્ટના ચાર સ્તંભોની હારમાળાઓ પર બાંધેલું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમાં લબાનોનનો વનખંડ ચુમ્માલીસ મીટર લાંબો, બાવીસ મીટર પહોળો અને સાડાતેર મીટર ઊંચો હતો. પ્રત્યેક હારમાં પંદર થાંભલા હોય એવી ગંધતરુના થાંભલાની ચાર હારો હતી અને તેમના પર ગંધતરુનાં ભારટિયાં હતાં થાંભલા પર ગંધતરુના લાકડાની છત હતી અને એ છત ભંડારો સુધી પ્રસરેલી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેણે લબાનોનવનગૃહ બાંધ્યું, તેની લંબાઈ સો હાથ, તેની પહોળાઈ પચાસ હાથ, ને તેની ઊંચાઈ ત્રીસ હાથ હતી; તે એરેજકાષ્ટના થાંભલાની ચાર હારો પર બાંધેલું હતું, ને થાંભલા પર એરેજકાષ્ટની વળીઓ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે એક મકાન બંધાવ્યું જેનું નામ “લબાનોનનું વનગૃહ” રાખ્યું. તેની લંબાઈ 100 હાથ, પહોળાઈ 50 હાથ અને ઊંચાઈ 30 હાથ હતી. તે દેવદારના સ્તંભોની ચાર હારમાંળાઓ પર ટેકવેલું હતું. આ સ્તંભો પર પાટડાઓની હાર હતી.