1 Kings 7:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે સ્તંભો ભક્તિસ્થાનની પરસાળ આગળ ઊભા કર્યા. જમણે હાથે આવેલા સ્તંભનું નામ યાખીન પાડ્યું અને ડાબે હાથે આવેલા સ્તંભનું નામ બોઆઝ પાડ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હુરામે મંદિરના પ્રવેશદ્વારે એ બન્‍ને તામ્રસ્તંભ ઊભા કર્યા. દક્ષિણ તરફના સ્તંભનું નામ યાખીન અને ઉત્તર તરફના સ્તંભનું નામ બોઆઝ પાડયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે થાંભલા મંદિરની ઓસરી આગળ ઊભા કર્યા. જમણો થાંભલો ઊંચો કરીને તેણે એનું નામ યાખીન પાડ્યું.અને ડાબો થાંભલો ઊંચો કરીને તેણે એનું નામ બોઆઝ પાડ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ થાંભલા મંદિરની ઓસરી આગળ આવેલા હતા. જમણે હાથે આવેલા થાંભલાનું નામ યાખીન હતું અને ડાબે હાથે આવેલા થાંભલાનું નામ બોઆઝ હતું.