1 Kings 7:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હુરામે ભરતરનો હોજ બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુધી દસ હાથ હતો. તેનો આકાર ગોળાકાર હતો, તેની ઊંચાઈ પાંચ હાથ હતી. તેની આસપાસ ત્રીસ હાથની દોરી ફરી વળતી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હુરામે 2.2 મીટર ઊંડો, 4.4 મીટરના વ્યાસવાળો અને 13.2 મીટર પરિધનો તાંબાનો ગોળ જળકુંડ બનાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેણે ભરતરનો સમુદ્ર બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુથી દશ હાથ હતો. તે ગોળાકાર હતો, તેની ઊંચાઈ પાંચ હાથ હતી. તેની આસપાસ ત્રીસ હાથની દોરી ફરી વળતી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેણે ગાળેલા કાંસામાંથી “સમુદ્ર” નામનો હોજ બનાવ્યો, એનો આકાર ગોળાકાર હતો, અને તેનો વ્યાસ 10 હાથ હતો. તેની ઊંચાઇ 5 હાથ; તેનો પરિઘ 30 હાથનો હતો.