1 Kings 7:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચોકઠાંની વચ્ચેની તકતીઓ પર, સિંહો, બળદો તથા કરુબો કોતરેલા હતા. ઉપલી કિનારીઓથી ઉપર બેસણી હતી. સિંહો તથા બળદોની નીચે ઝાલરો લટકતી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તક્તીઓ પર સિંહ, આખલા અને કરુબોની આકૃતિઓ હતી. વળી, સિંહો અને આખલા ઉપર તથા નીચે ચોકઠા પર તોરણની ભાત કોતરેલી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ચોકઠાંની વચ્ચેની તખતીઓ પર સિંહો, ગોધા તથા કરુબો [પાડેલા] હતા. ઉપલી કિનારીઓથી ઉપર બેસણી હતી. સિંહો તથા ગોધાઓની નીચે લટકતા કામની ઝાલરો હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને એ તખતીઓ પર, સિંહો, બળદો અને કરૂબો ચીતરેલા હતા. એ સિંહો, બળદો અને કરૂબોની પર અને નીચે વેલ અને ફુલની કોતરણીવાળી ઝાલરો હતી.