1 Kings 7:40 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ઉપરાંત હુરામે કૂંડાં, પાવડા તથા છંટકાવ માટેના વાટકા બનાવ્યા. આ પ્રમાણે હુરામે સઘળું કામ પૂરું કર્યું કે જે તેણે સુલેમાન રાજાને માટે ભક્તિસ્થાનમાં કર્યું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હુરામે ભસ્મપાત્રો, પાવડા અને પ્યાલા બનાવ્યાં. પ્રભુના મંદિરને માટે શલોમોન રાજાને સોંપેલું પોતાનું બધું કામ તેણે પૂરું કર્યું. તેણે બનાવેલ સામગ્રી આ પ્રમાણે છે: બે સ્તંભ સ્તંભની ટોચ ઉપર પ્યાલા આકારના બે કળશ પ્રત્યેક કળશ પર એકબીજીને વીંટળાયેલ સાંકળીની ભાતની કોતરણી પ્રત્યેક કળશની ફરતે ભાતની કોતરણીમાં દરેક હારમાં સો એમ બે હારમાં ગોઠવેલાં તાંબાનાં ચારસો દાડમ. દસ જળકુંડીઓ જળકુંડ, જળકુંડ મૂકવા માટે બાર આખલા ભસ્મપાત્રો, પાવડા, પ્યાલા. શલોમોન રાજા માટે હુરામે બનાવેલ મંદિરની એ બધી સામગ્રી ચકચકિત કરેલ તાંબામાંથી બનાવી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી હુરામે કૂંડાં, પાવડા તથા તપેલા બનાવ્યાં. આ પ્રમાણે હુરામે યહોવાના મંદિરને લગતું જે કામ સુલેમાન રાજાને માટે [આરંભ્યું હતું] તે સર્વ તેણે પૂરું કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તદુપરાંત હીરામે કૂંડા-પાવડા તથા તપેલાં બનાવ્યાં. આ પ્રમાંણે હીરામે યહોવાના મંદિરને લગતું સુલેમાંન રાજાને માંટે તે સર્વ તેણે પૂરું કર્યુ.