1 Kings 7:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે સ્તંભોથી પરસાળ બનાવી; તેની લંબાઈ પચાસ હાથ અને તેની પહોળાઈ ત્રીસ હાથ હતી. તેની આગળ પણ પરસાળ હતી, તેની આગળ સ્તંભો તથા જાડા મોભ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, તેણે થાંભલાઓ પર ઓસરી બનાવી; એની લંબાઈ બાવીસ મીટર અને પહોળાઈ સાડા તેર મીટર તી. એ ઓસરીના આગળના થાંભલાઓ પર છજું ઉતારેલું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે થાંભલાઓની પરસાળ બનાવી; તેની લંબાઈ પચાસ હાથ, ને તેની પહોળાઈ ત્રીસ હાથ હતી. તેઓની આગળ એક પરસાળ હતી અને તેઓની આગળ થાંભલા તથા જાડા મોભ હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજા ઓરડાનું નામ “સ્તંભની પરસાળ” હતું. તેની લંબાઈ 50 હાથ હતી અને તે 30 હાથ પહોળો હતો. આ ઓરડાની આગળ થાંભલાઓ હતાં જે પરસાળની છતને ટેકવતાં હતાં.