1 Kings 7:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાનને રહેવાનો મહેલ, એટલે પરસાળની અંદરનું બીજું આંગણું, તે પણ તેવી જ કારીગરીનું હતું. ફારુનની દીકરી જેની સાથે તેણે લગ્ન કર્યું હતું. તેને માટે તેણે તે મહેલ બાંધ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ન્યાયખંડની પાછળના ચોકમાં શલોમોનને પોતાને રહેવાના ઓરડા અન્ય ખંડો જેવા જ હતા. પોતાની પત્ની, ઇજિપ્તના રાજાની પુત્રી માટે પણ તેણે એવું જ નિવાસસ્થાન બનાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેને રહેવાનો મહેલ, એટલે પરસાળની અંદરનું બીજું આંગળું, તે પણ તેવી જ કારીગરીનું હતું. વળી ફારુનની દીકરી (જેની સાથે સુલેમાને લગ્ન કર્યું હતું) તેને માટે તેણે તે પરસાળના જેવો જ મહેલ બાંધ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાંને તેનો પોતાનો મહેલ બનાવ્યો, જેમાં તે રહ્યો હતો “ન્યાયખંડ”ની પાછળના ભાગમાં હતો. તે મહેલ, અને ફારુનની પુત્રી જેને એ પરણ્યો હતો તેને માંટે બાંધેલો મહેલ સરખાંજ હતાં.