1 Kings 8:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાં મેં કોશને માટે જગ્યા બનાવી, જે કોશમાં ઈશ્વરનો કરાર છે, એ કરાર તેમણે આપણા પિતૃઓની સાથે તેમને મિસર દેશમાંથી કાઢી લાવ્યા ત્યારે કર્યો હતો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આપણા પૂર્વજોને પ્રભુએ ઇજિપ્તમાંથી મુક્ત કર્યા ત્યારે તેમણે તેમની સાથે જે કરાર કર્યો હતો તેની શિલાપાટીઓ કરારપેટીમાં છે અને કરારપેટી માટે મેં મંદિરમાં સ્થાન તૈયાર કર્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ત્યાં મેં કોશને માટે જગા ઠરાવી છે કે, જે [કોશ] માં યહોવાનો કરાર છે, જે [કરાર] તેમણે આપણા પિતૃઓની સાથે તેમને મિસર દેશમાંથી કાઢી લાવતા સમયે કર્યો હતો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેમાં યહોવાએ આપણા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેમની સાથે કરેલા કરાર આ પવિત્ર કોશમાં રાખવામાં આવેલા છે.”