1 Kings 8:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે પછી, હે ઇઝરાયલના પ્રભુ ઈશ્વર, તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન તમે આપ્યું છે તે તેમના પ્રત્યે પાળો; એટલે કે, 'મારી આગળ તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર માણસની ખોટ પડશે નહિ, જો જેમ તું મારી આગળ ચાલ્યો, તેમ મારી સમક્ષ ચાલવા તારા વંશજોએ સાવચેત રહેવું.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, તમે તમારા સેવક મારા પિતાને આપેલું બીજું વચન પણ પૂર્ણ કરો એવી મારી પ્રાર્થના છે. તમે તેમને કહ્યું હતું કે તેમની જેમ તેમના વંશજ તમને ખંતથી આધીન રહેશે તો તેમના વંશમાંથી તમારી સમક્ષ ઇઝરાયલના રાજ્યાસન પર રાજા તરીકે બેસનારની ખોટ વર્તાશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે હવે હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન તમે આપ્યું છે, તે તેમની પ્રત્યે પાળો; એટલે ‘મારી સમક્ષ તમને ઇઝરાયલના રજ્યાસન પર બેસનાર માણસની ખોટ પડશે નહિ; જો, જેમ તું મારી સમક્ષ ચાલ્યો, તેમ મારી સમક્ષ ચાલવા તારાં છોકરાં કેવળ પોતાના માર્ગ વિષે સાવચેત રહે તો.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને હવે, હે ઇસ્રાએલના યહોવા દેવ, દાઉદને આપેલું આ બીજું વચન પણ તમે પૂર્ણ કરો; ‘માંરા પિતા દાઉદનાં સંતાનો તમાંરાં વચનો પ્રમાંણે વર્તશે અને તમે ચીંધેલા માંગેર્ ચાલશે અને તમાંરી આજ્ઞાઓને આધીન રહેશે, તો દરેક પેઢીમાં દાઉદના વંશજોમાંનો જ એક ઇસ્રાએલની રાજગાદી પર બેસશે.’