1 Kings 8:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ ભક્તિસ્થાન પર, એટલે જે જગ્યા વિષે તમે કહ્યું છે કે 'ત્યાં મારું નામ તથા હાજરી રહેશે.' તે પર તમારી આંખો રાત દિવસ રાખો કે, તમારો સેવક આ સ્થાન તરફ મુખ ફેરવીને જે પ્રાર્થના કરે તે તમે સાંભળો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ મંદિરનું, એટલે તમારે નામે તમારી ભક્તિને અર્થે તમે પસંદ કરેલા આ સ્થળનું રાતદિવસ લક્ષ રાખો. આ મંદિર તરફ મુખ રાખી પ્રાર્થના કરું છું ત્યારે મારું સાંભળો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ મંદિર પર, એટલે જે જગા વિષે તમે કહ્યું છે કે ‘ત્યાં મારું નામ રહેશે, તે પર તમારી આંખ રાત દિવસ ઉઘાડી રહે કે, તમારો સેવક આ સ્થાન તરફ [મુખ ફેરવીને] જે પ્રાર્થના કરે, તે તમે સાંભળો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાતદિવસ તમાંરી આંખો આ મંદિર પર ઠરેલી રહો, આ સ્થાન પર રહો, જેને વિષે તમે કહ્યું હતું કે, ‘માંરું નામ એમાં વાસો કરશે.’ તમાંરો સેવક આ સ્થાને જે પ્રાર્થના કરે તે સાંભળજો