1 Kings 8:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી જયારે તમારો સેવક તથા તમારા ઇઝરાયલી લોકો આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, ત્યારે તમે તેઓની દરેક વિનંતિ સાંભળજો. હા, તમારા રહેઠાણ આકાશમાં તમે સંભાળજો અને જયારે તમે સાંભળો ત્યારે સાંભળીને ક્ષમા કરજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારી પ્રાર્થનાઓ અને તમારા લોક આ સ્થળ તરફ મુખ રાખી પ્રાર્થના કરે ત્યારે તેમની પ્રાર્થનાઓ સાંભળો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી અમારું સાંભળો અને અમને ક્ષમા કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે તમારો સેવક તથા તમારા ઇઝરાયલી લોક આ સ્થાન તરફ [મુખ ફેરવીને] પ્રાર્થના કરે, ત્યારે તમે તેઓની યાચના સાંભળજો; હા, તમારા રહેઠાણ આકાશમાં તમે સાંભળજો, અને સાંભળીને ક્ષમા કરજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી તમાંરો સેવક અને ઇસ્રાએલના તમાંરા લોકો, આ મંદિર તરફ મુખ રાખીને પ્રાર્થના કરે, ત્યારે તેઓની દરેક અરજ તરફ કાન ધરજો; અને આકાશમાં તે સાંભળીને તમે તેઓને ક્ષમાં કરજો.