1 Kings 8:35 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તમારી વિરુદ્ધ કરેલાં પાપને કારણે જયારે આકાશ બંધ થઈ જાય અને વરસાદ ન આવે, ત્યારે જો તેઓ આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, તમારું નામ કબૂલ કરે અને તેઓ પર તમે વિપત્તિ મોકલી તેથી તેઓ પોતાના પાપથી ફરે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારા લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું હોવાથી તમે આકાશમાંથી વરસાદ વરસવા ન દો અને ત્યારે જો તેઓ પસ્તાવો કરીને તમારે નામે નમ્રતાપૂર્વક પ્રાર્થના કરતાં આ મંદિર તરફ ફરે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ તમારી વિરુદ્ધ કરેલા પાપને લીધે જ્યારે આકાશ બંધ થઈ જાય, ને વરસાદ ન આવે, ત્યારે જો તેઓ આ સ્થાન તરફ [મુખ ફેરવીને] પ્રાર્થના કરે, ને તમારું નામ કબૂલ કરે, ને તેઓ પર તમે વિપત્તિ મોકલી તેથી તેઓ પોતાના પાપથી ફરે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરા લોકો ઇસ્રાએલીઓ દ્વારા તમાંરી વિરુદ્ધ પાપ કરવાને લીધે આકાશમાંથી વરસાદ ન વરસે, અને જો તેઓ આ મંદિરમાં આવીને પ્રાર્થના કરે, તમાંરું નામ લે, અને તમાંરી સજા પામીને પશ્ચાતાપ કરે.