1 Kings 8:44 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે રસ્તે તમે તમારા લોકોને મોકલો તે રસ્તે થઈને જો તેઓ પોતાના દુશ્મનની વિરુદ્ધ યુદ્ધ કરવા જાય અને જે નગર તમે પસંદ કર્યું છે તેની તરફ તથા જે ભક્તિસ્થાન મેં તમારા નામને અર્થે બાંધ્યું છે તેની તરફ મુખ ફેરવીને જો તેઓ ઈશ્વરની પ્રાર્થના કરે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમે તમારા લોકને તેમના શત્રુઓ સામે યુદ્ધમાં જવાનો આદેશ આપો ત્યારે તેઓ જ્યાં હોય ત્યાંથી તમે પસંદ કરેલા આ નગર તરફ અને તમારે માટે મેં બાંધેલા આ મંદિર તરફ મુખ રાખી તમને પ્રાર્થના કરે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે કોઈ રસ્તે તમે તમારા લોકને મોકલો તે રસ્તે થઈને જો તેઓ પોતાના શત્રુની સામે યુદ્ધ કરવા જાય, ને જે નગર તમે પસંદ કર્યું છે તેની તરફ તથા જે મંદિર મેં તમારા નામને અર્થે બાંધ્યું છે તેની તરફ [મુખ ફેરવીને] જો તેઓ યહોવાની પ્રાર્થના કરે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“વળી તમે તમાંરા લોકોને તેઓના શત્રુઓની સામે યુદ્ધમાં મોકલો અને ત્યારે જો તેઓ તમાંરા પસંદ કરેલા નગર અને મંદિર જે મેં તમાંરે નામે બંધાવેલ છે તેની તરફ જોઇને યહોવાને પ્રાર્થના કરે.