1 Kings 8:53 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે હે પ્રભુ ઈશ્વર, તમે અમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવ્યા તે સમયે તમારા સેવક મૂસાની મારફતે બોલ્યા હતા, તેમ તેઓને તમારા વારસો થવા માટે પૃથ્વીના સર્વ લોકોથી જુદા કર્યા છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારા પૂર્વજોને તમે ઇજિપ્તમાંથી મુક્ત કર્યા ત્યારે તમારા સેવક મોશે દ્વારા તમે તેમને કહ્યું હતું તેમ બીજી બધી પ્રજાઓમાંથી તમે તેમને તમારા વારસાસમ લોક થવા પસંદ કર્યા છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે, હે ઈશ્વર યહોવા, તમે અમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવતા સમયે તમારા સેવક મૂસાની હસ્તક બોલ્યા હતા, તે પ્રમાણે તમે તેઓને તમારો વારસો થવા માટે પૃથ્વીના સર્વ લોકોથી જુદા કર્યા છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે યહોવા દેવ તમે અમાંરા પિતૃઓને મિસરમાંથી મુકત કરીને બહાર લઈ આવ્યા ત્યારે તમે તમાંરા સેવક મૂસાને કહ્યું હતું કે પૃથ્વી પરની તમાંમ પ્રજાઓમાંથી તમાંરા ખાસ લોકો થવા માંટે તમે ઇસ્રાએલી પ્રજાને પસંદ કરી છે.”