1 Kings 8:63 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાન રાજાએ બાવીસ હજાર બળદ અને એક લાખ વીસ હજાર ઘેટાં અને બકરાં ઈશ્વરને શાંત્યર્પણો તરીકે ચઢાવ્યાં. આમ રાજાએ અને ઇઝરાયલના લોકોએ ઈશ્વરના ભક્તિસ્થાનને સમર્પિત કર્યુ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે સંગતબલિ તરીકે બાવીસ હજાર આખલા અને એક લાખ વીસ હજાર ઘેટાંનું બલિદાન આપ્યું અને એમ રાજા અને સર્વ લોકોએ મંદિરનું સમર્પણ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શાંત્યર્પણોનો જે યજ્ઞ સુલમાને યહોવાને ચઢાવ્યો તે બાવીસ હજાર ગોધા તથા એક લાખ વીસ હજાર ઘેટાંનો હતો. એ પ્રમાણે રાજાએ તથા સર્વ ઇઝરાયલી લોકોએ યહોવાના મંદિરની પ્રતિષ્ઠા કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાંન રાજાએ 22,000 બળદ અને 1,20,000 ઘેટાં અને બકરાં યહોવાને શાંત્યર્પણો તરીકે અર્પણ કર્યા. આમ રાજાએ અને ઇસ્રાએલી લોકોએ મંદિરને પવિત્ર કાર્ય માંટે અર્પણ કર્યુ.