1 Kings 8:65 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આમ, સુલેમાને અને તેની સાથે બધાં ઇઝરાયલીઓએ એટલે ઉત્તરમાં હમાથની ઘાટીથી તે મિસરની હદ સુધીના આખા સમુદાયે આપણા ઈશ્વરની આગળ સાત દિવસ અને બીજા સાત દિવસ એમ કુલ ચૌદ દિવસ સુધી ઉજવણી કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુના મંદિરમાં શલોમોન અને ઇઝરાયલના બધા લોકોએ સાત દિવસ સુધી માંડવાપર્વ ઊજવ્યું. ઉત્તરમાં હમાથના ઘાટથી માંડીને દક્ષિણે ઇજિપ્તની સરહદ સુધીના પ્રદેશમાંથી મોટો જનસમુદાય આવેલો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ પ્રમાણે તે સમયે આપણા ઈશ્વર યહોવાની આગળ સાત દિવસ ને સાત દિવસ એટલે ચૌદ દિવસ સુધી સુલેમાને તથા તેની સાથે સર્વ ઇઝરાયલે, એટલે હમાથના નાકાથી તે મિસરના વહેળા સુધી [ના લોકો] ની મોટી સભાએ, ઉત્સવ કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ, સુલેમાંને અને તેની સાથે બધાં ઇસ્રાએલીઓએ ઉત્તરમાં હમાંથની ઘાટીથી તે દક્ષિણમાં મિસરની હદ સુધીનાં આખા સમુદાયે સાત દિવસ સુધી મંદિરનું સમર્પણ ઉજવ્યું.