1 Kings 8:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલી લોકો મિસરમાંથી બહાર આવ્યા તે વખતે ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો ત્યારે હોરેબમાં મૂસાએ જે બે શિલાપાટીઓ કરારકોશમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કંઈ જ નહોતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી આવી રહ્યા હતા ત્યારે પ્રભુએ તેમની સાથે કરેલા કરારની જે બે શિલાપાટીઓ મોશેએ સિનાઈ પર્વત પાસે કરારપેટીમાં મૂકી હતી તે સિવાય કરારપેટીમાં બીજું કંઈ નહોતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા તે વખતે યહોવાએ તેઓ સાથે કરાર કર્યો ત્યારે હોરેબમાં મૂસાએ જે બે પથ્થરપાટી કોશમાં મૂકી હતી, તે સિવાય તેમાં બીજું કંઈ નહોતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ તેમને આપેલા વચનો જે પથ્થરની બે તકતીઓમાં આલેખાયેલા હતાં; જે મૂસા હોરેબ પર્વત પરથી લાવ્યો હતો અને તેણે પવિત્રકોશમાં મૂકી હતી, પવિત્રકોશમાં ફકત આ બે તકતીઓ જ હતી તે સિવાય તેમાં બીજું કશું નહોતું.