1 Kings 9:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તૂરના રાજા હીરામે સુલેમાનને દેવદારનાં લાકડાં, એરેજવૃક્ષનાં લાકડાં, સોનું અને બીજું જે કંઈ જોઈતું હોય તે આપ્યું, તેથી રાજા સુલેમાને હીરામને ગાલીલ પ્રદેશમાંના વીસ ગામો આપ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તૂરના રાજા હિરામે તેને ગંધતરું અને દેવદારનાં લાકડાં તેમ જ આ કાર્ય માટે જરૂરી સોનું પૂરાં પાડ્યાં હતાં. એ બધું બાંધકામ પૂરું થયા પછી શલોમોન રાજાએ હિરામને ગાલીલ પ્રદેશમાં વીસ નગરો આપ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાન રાજાએ હીરામને ગાલીલ પ્રાંતમાં વીસ નગરો આપ્યાં. (હવે તૂરના રાજા હીરામે સુલેમાનને જેટલાંની ઇચ્છા હતી તેટલા બધાં એરેજવૃક્ષનાં લાકડાં તથા દેવદારનાં લાકડાં તથા સોનું પૂરાં પાડ્યાં હતાં.)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તૂરના રાજા હીરામે સુલેમાંનને દેવદારનું લાકડું, એરેજનું લાકડું, સોનું અને બીજું જે કાઇ જોઇતું હોય તે આપ્યું હતું તેથી રાજા સુલેમાંને હીરામને ગાલીલ પ્રદેશમાંના 20 ગામો આપ્યા હતા.